તમારા પિતાજીને જય સ્વામિનારાયણ પાઠવજો
“દયાળુ, જય સ્વામિનારાયણ. મહેમાનગતિએથી (પૂર્વાશ્રમના ઘરેથી) આવી ગયા ?” ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીએ STK પ્રાત: સભામાં એક STKના મુક્તને પૂછ્યું.
“હા, બસ ગઈ કાલે જ આવ્યો.” STKના મુક્તએ કહ્યું.
“તમારા પિતાજીની તબિયત કેવી છે ? ઘરમાં બધું બરાબર છે ને ?” ગુરુજીએ પૂછ્યું.
“હા દયાળુ, મહારાજ અને આપની કૃપા છે.” STKના મુક્તએ કહ્યું.
પછી ગુરુજીએ આ સમર્પિત મુક્તના મિષે સર્વે STKના મુક્તોને સભ્યતાના પાઠ શીખવતાં કહ્યું,
“તમો જ્યારે પૂર્વાશ્રમના પિતાશ્રીને મળો કે ઘરે જવાનું થાય ત્યારે તેઓને અવશ્ય કહેવું કે, ગુરુજીએ અને સંતોએ આપને જય સ્વામિનારાયણ કહ્યા છે ને કુશળ સમાચાર પૂછ્યા છે. અહીં આવો ત્યારે પૂ. સંતોના આસને જઈ જય સ્વામિનારાયણ કહેવા અને મારા પિતાજીએ ખાસ જય સ્વામિનારાયણ પાઠવ્યા છે એવું કહેવું. આ બધો શિષ્ટાચાર છે. જે અવશ્ય શીખવો.”
પરભાવી સ્વરૂપ ગુરુજીના જીવનમાં અવરભાવના પણ તમામ કલ્યાણકારી ગુણો કેવા મહેકી ઊઠે છે !!